
મહેસાણા/અમદાવાદ,01 જાન્યુઆરી (હિ.સ.) ખ્રિસ્તી નવ વર્ષના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં 108 સ્થળ પર સૂર્ય નમસ્કાર યોજાયા.વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્યનમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ એક સાથે સૂર્યનમસ્કાર કર્યા છે. નવા વર્ષના પહેલા દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્યનમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ એક સાથે સૂર્યનમસ્કાર કર્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી જોડાશે. સુર્યના પ્રથમ કિરણ સાથે આજે સામુહીક સુર્ય નમસ્કાર કરીને ગુજરાત રાજય વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યુ છે.
રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 107 આઇકોનીક સ્થળોએ આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમને ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમ નોંધાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર થયા છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ, રમતગમત યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતીઓના વિભાગ દ્વારા રાજયવ્યાપી સુર્ય નમસ્કાર મહાઅભિયાનનું આજે પહેલી જાન્યુઆરી 2024ના રોજ આયોજન કરાયુ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી જોડાયા હતા.
આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયામાં જણાવ્યુ હતુ કે, ‘વર્ષ નો પ્રથમ દિવસ અને એમાં પણ સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્ય મંદિર ઉપર પડે છે એવા સૂર્ય મંદિર ખાતે ગુજરાતના યુવાઓ સાથે આજે સૌથી વધારે સંખ્યામાં સૂર્યનમસ્કાર કરવાનો વિશ્વ વિક્રમ નોંધીશુ. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યમાં 108 સ્થળો ઉપર ગુજરાતીઓ સૂર્યનમસ્કારમાં જોડાશે.’
મોઢેરા સૂર્યમંદિર ખાતે 1 જાન્યુઆરીના રોજ સવારે 7.30 કલાકે યોજાયો છે. આ અંગે જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યકક્ષાના સમારોહ દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન માટે પ્રોત્સાહિત કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર/
