અયોધ્યા, નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનના ઉદ્ઘાટન બાદ એરપોર્ટ પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા મંગેશકર ચોક ગયા હતા. ગયા વર્ષે, લતા મંગેશકરની જન્મજયંતિ પર, તેમણે 28 સપ્ટેમ્બરે તેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. ચોકમાં 14 ટન વજન અને 40 ફૂટ લાંબી વીણા સ્થાપિત કરવામાં આવી છે.
શનિવારે પહેલીવાર વીણા પાસે પહોંચ્યા બાદ, વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે વીણાની અલૌકિક છબી જોઈ. વડાપ્રધાને, મુખ્યમંત્રી પાસેથી આ અંગે વિસ્તૃત માહિતી પણ લીધી હતી. તેમણે અહીંથી સમગ્ર અયોધ્યાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. અહીં વડાપ્રધાનને જોઈને જનતા પણ અભિભૂત થઈ ગઈ હતી. અહીં સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર ના સુર માં શ્રી રામના ભજન પણ ગુંજી રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/પવન પાંડે / માધવી
