
સુરત, 30 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશય થી સુરતના માંગરોલ તાલુકાના રતોલા અને વડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાઈ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી અફઝલ ભાઈ પઠાણ દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન યોજના, કિસન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજના, તેમજ આઇસીડીએસ માંથી મળતી તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસર એ મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો નો વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પોષણ અભિયાન ,પીએમ જેવાય ,સખી મંડળ,ખેતીવાડી વિભાગ ,આરોગ્ય વિભાગ, આઇસીડીએસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમજ આંગણવાડી દ્વારા વિવિધ વાનગીઓનો નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રતોલા ગામે જિલ્લા પંચાયત સભ્ય શ્રી અફઝલ ભાઈ પઠાણ, ,સરપંચ શ્રી હસમુખભાઈ ચૌધરી, ઉપસરપંચ શ્રી રોહિતભાઈ ચૌધરી, શિક્ષક શ્રી કપિલાબેન ચૌધરી, તલાટી શ્રી લક્ષ્મીબેન, વડ ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ ચૌધરી, ઉપસરપંચ શ્રી રીનાબેન ચૌધરી ,મેડિકલ ઓફિસર ડો. રીટાબેન ચૌધરી, મુખ્ય સેવિકાબેન શ્રી યોગિતાબેન રાઠોડ,તલાટી કમ મંત્રી શ્રી તુલસીભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ ચૌધરી , સરપંચ શ્રી મહેશભાઈ ચૌધરી(બોરીયા) , નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી સિચાઈ વિભાગ વિપુલભાઈ વસાવા , તમામ લાભાર્થી, આંગણવાડી વર્કર, તેડાગર અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
