સુરત, 28 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશય થી સુરતના માંગરોલ તાલુકાના ઝાખરડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે માંગરોલ તાલુકાના ઝાખરડા ગામે માજી તા.પંચાયતના પ્રમુખ જયચંદભાઈ વસાવા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામા આવ્યુ હતું.તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન,પીએમ કિસાન સન્માનિધિ યોજના, કિસન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજના, તેમજ આઇસીડીએસ માંથી મળતી તમામ યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજના, આંગણવાડી પર બાળકો,સગર્ભા તથા ધાત્રીને મળતા લાભો વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ આઇ.સી.ડી.એસમાં ઉપલબ્ધ આધાર કીટને પોગ્રામ ના સ્થળે રાખી ગામના લાભાર્થીઓના આધાર કાર્ડ કાઠવામા આવ્યા.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનો વિતરણ કરવામાં આવ્યું હતું. આઇસીડીએસ વિભાગના એક લાભાર્થીએ પોતાના અનુભવો જણાવ્યા હતા.તેમજ મહાનુભવોના હસ્તે તેમને લાભ આપવામા અવ્યા હતો. આંગણવાડી વકરબેન તેડાગર અને ગામનાબહેનો દ્વારા વિવિધ વાનગીઓનો પ્રદર્શન કરવામાં આવ્યુ જેનું માહાનુભવો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરપંચ જગદીશ ભાઈ વસાવા, ડિસ્ટ્રિક્ટ બેક મેનેજર રાજેન્દ્ર ભાઈ, ગામ પંચાયત ના સભ્યશ્રી સુધીરભાઈ ગામીત, મેડિકલ ઓફિસર રૂત્વીબેન ઈટાલિયા, આઇસીડીએસ હંસાબેન વસાવા, મુખ્ય સેવિકા, તલાટી રાજેશ ભાઈ, પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિક સઈદ શાહ, આંગણવાડી વકરબેન, તેડાગર અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
