ચેન્નાઈ, નવી દિલ્હી, 27 ડિસેમ્બર (હિ. સ.) તમિલનાડુના એન્નોર બંદર નજીક એમોનિયા ગેસ લીક થવાથી માછીમાર વસાહતમાં, ભયનો માહોલ સર્જાયો હતો. કોલોનીના ઘણા લોકો બીમાર પડ્યા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક છે. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ આજે સવારે એન્નોર બંદર નજીક ખાતર બનાવતી કંપનીની પાઈપલાઈનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પાઈપલાઈન માછીમારોની વસાહતમાંથી પસાર થાય છે. બીજી તરફ એમોનિયા ગેસના લીકેજથી ગભરાયેલા કેટલાક માછીમારો વસાહતમાંથી ભાગી ગયા છે. બીમાર લોકોના સ્વજનો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ સરકાર અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ /માધવી
