
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ. સ.) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી), સ્થાનિક ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવા માટે 24 પેટા-ક્ષેત્રો સાથે કામ કરી રહ્યું છે. આ પેટા-ક્ષેત્રોમાં ફર્નિચર, એલ્યુમિનિયમ, એગ્રોકેમિકલ્સ, રોબોટિક્સ અને જિમ સાધનોનો સમાવેશ થાય છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. હવે ‘મેક ઇન ઇન્ડિયા 2.0’ હેઠળ 27 ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે, ડીપીઆઈઆઈટી હવે 24 પેટા-સેક્ટરો સાથે મળીને કામ કરી રહ્યું છે. ડીપીઆઈઆઈટી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરે છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડીપીઆઈઆઈટી ના પેટા ક્ષેત્રોમાં ફર્નિચર, એર કંડિશનર, ચામડા અને ફૂટવેર, તૈયાર ખોરાક, મત્સ્યઉદ્યોગ, કૃષિ ઉત્પાદનો, વાહન ઘટકો, એલ્યુમિનિયમ, ઈલેક્ટ્રોનિક્સ, કૃષિ રસાયણ, સ્ટીલ, કાપડ, ઈલેક્ટ્રોનિક વાહન ઘટકો અને ઈન્ટિગ્રેટેડ સર્કિટ, ઈથેનોલ, સિરામિક્સ, સેટ ટોપ બોક્સ, રોબોટિક્સ, ટેલિવિઝન, ક્લોઝ સર્કિટ કેમેરા, રમકડાં, ડ્રોન, તબીબી ઉપકરણો, રમતગમતનો સામાન અને જિમ સાધનોનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ / ડો. હિતેશ /માધવી
