બોટાદ,26 ડિસેમ્બર (હિ.સ.) શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ પૂનમ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર એવં 200 ચીકુનો અન્નકૂટ ધરાવાયો 26 ડિસેમ્બરને મંગળવારના રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ એવં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. પૂનમ નિમિત્તે સાંજે 5:30 કલાકે દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન આયોજન કરવામાં આવેલ છે
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/હર્ષ શાહ
