
મુંબઈ, નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) માનવ તસ્કરીની આશંકાથી ફ્રાંસમાં રોકાયેલું વિમાન, આજે સવારે લગભગ 4 વાગ્યે મુંબઈ પહોંચ્યું હતું. આ વિમાને ફ્રાન્સની રાજધાની પેરિસ નજીકના વૈટ્રી એરપોર્ટથી સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે ઉડાન ભરી હતી. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
276 મુસાફરોને લઈને આ ચાર્ટર પ્લેન (એરબસ એ-340) મંગળવારે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યું હતું. આ વિમાન ઘણા દિવસોથી ફ્રાંસમાં ફસાયેલું હતું. બે સગીર સહિત 25 લોકો ફ્રાન્સમાં રોકાઇ ગયા છે. આ લોકોએ ફ્રાન્સમાં આશ્રય માંગ્યો હતો. ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે આ માહિતી ટ્વિટર પર શેર કરી, જ્યારે પ્લેન વૈટ્રી થી મુંબઈ માટે ઉડાન ભરી હતી. તેણે કહ્યું કે, આ મામલાના ઝડપી નિકાલ માટે ફ્રાન્સની સરકાર અને વેટ્રી એરપોર્ટનો આભાર.
રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સના એ-340 વિમાને દુબઈથી નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી. ટેકનિકલ ખામીના કારણે આ પ્લેન ફ્રાન્સના વૈટ્રી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ દરમિયાન ફ્રાન્સની સરકારને માહિતી મળી હતી કે, આ પ્લેન દ્વારા માનવ તસ્કરી કરવામાં આવી રહી છે. આ પછી ફ્રાન્સે આ વિમાનને રોકી દીધું. રવિવારે ચાર ફ્રેન્ચ ન્યાયાધીશોએ આ કેસની સુનાવણી કરી હતી. અટકાયત કરાયેલા મુસાફરોની પૂછપરછ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
