ભાવનગર/અમદાવાદ,25 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગરના તળાજા તાલુકાના કોદીયા ગામમાં આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સંકલ્પ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત ધરતી કહે પુકાર કે નાટક દ્વારા ગ્રામજનોને પ્રાક્રુતિક ખેતીના મહત્ત્વની સમજણ આપવામાં આવી હતી. સાથોસાથ મેરી કહાની મેરી ઝુબાની
દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને પોતાના અનુભવોનું વર્ણન કરી બીજા તેમના ગામના ભાઈ બહેનોને સરકારની કલ્યાણકારી યોજનાના લાભ લેવા પ્રોત્સાહન આપ્યું હતું.
મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ જેમ કે આયુષ્માન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી લાભાન્વિત કરાયાં હતાં. સાથોસાથ પ્રાકૃતિક ખેતીના ફાયદા વિષે વિસ્તૃત જાણકારી વકતૃત્વ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/
