નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિં.સ.) કૃતજ્ઞ રાષ્ટ્રે આજે દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા, ભારત-રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમની 99મી જન્મજયંતિ પર, દેશ સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યો છે. તેને યાદગાર બનાવવા માટે, દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીના ગુણોને યાદ કરીને, ભાજપે આ પ્રસંગે લખ્યું છે – ‘ભૂતપૂર્વ વડાપ્રધાન ‘ભારત રત્ન’ આદરણીય અટલ બિહારી વાજપેયીજીને, હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. ભારતીય રાજકારણના શિખર પુરુષ, ભાજપના લાખો કાર્યકરો માટે પ્રેરણા સ્ત્રોત અને અમારા પથ-પ્રદર્શક વડાપ્રધાનને, તેમની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.’ તેમને શ્રદ્ધાંજલિ આપતા, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ એક્સ પર લખ્યું છે – ‘રાષ્ટ્રીય ઉત્થાન અને જનસેવા માટે સમર્પિત તેમનું સમગ્ર જીવન હંમેશા અમારા માટે પ્રેરણા બની રહેશે.’
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
