અમદાવાદ, નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિં.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે (રવિવાર) ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે. તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. તે વિસ્તારના લોકોને, વિકાસની યોજનાઓ અર્પણ કરશે. તેઓ અનેક પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સવારે 10.30 કલાકે, અમદાવાદના મેમનગરમાં આવેલ મેમનગર ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વાનિધિ યોજનાના, લાભાર્થીઓ અને તેમના પરિવારો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી, તેઓ બપોરે 1:45 વાગ્યે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગર જિલ્લાના, કલોલ સ્થિત પાનસર ખાતે તળાવનું લોકાર્પણ કરશે. અહીં કેટલાક પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ, કરવામાં આવશે. બપોરે 3 કલાકે ગાંધીનગરના કલોલ-ખાત્રજ રોડ પર, સરદાર પટેલ ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ એકતા સંમેલન યોજાશે અને સરદાર પટેલની 15 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
તેઓ સાંજે 4:30 કલાકે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત, સાંસદ રમતગમત સ્પર્ધાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી સ્થિત, રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાશે. શાહ સાંજે 6:30 વાગ્યે અમદાવાદમાં, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ગુજરાત સાહિત્ય મહોત્સવનુ ઉદ્ઘાટન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ / મુકુંદ / માધવી
