નવી દિલ્હી, 22 ડિસેમ્બર(હિ. સ.) બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’, તેની રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. શાહરૂખની આ વર્ષની આ ત્રીજી બિગ બજેટ ફિલ્મ છે. ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આ ફિલ્મ 21મી ડિસેમ્બરે રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 30 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. સૈકનિલ્ક ના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 30 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ વર્ષની આ સાતમી સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ છે. જોકે, શાહરૂખની ‘જવાન’ અને ‘પઠાણ’ની સરખામણીમાં આ ફિલ્મ અડધી પણ કમાણી કરી શકી નથી. ફિલ્મને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ 2023 શાહરૂખ ખાન માટે ઘણું સારું વર્ષ રહ્યું છે. ‘પઠાણ’ અને ‘જવાન’ ફિલ્મોએ વિશ્વભરમાં હજારો કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સિવાય બોલિવૂડની કેટલીક અન્ય ફિલ્મોએ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
ફિલ્મ ‘ડંકી’ માં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ, વિક્રમ કોચર, વિકી કૌશલ, અનિલ ગ્રોવર અને બોમન ઈરાની લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ચાર મિત્રોની વાર્તા જોવા મળે છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને ફિલ્મના ટીઝર અને ટ્રેલરને તેમજ ગીતોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે. હવે ચાહકો અને દર્શકો, ‘ડંકી’ જોવા માટે થિયેટરોની બહાર ભીડ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સુનીલ / માધવી
