નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિં.સ.) હોકી ઈન્ડિયા કૃષ્ણ બહાદુર પાઠક, સુશીલા ચાનુ પુખરામ્બમ, શિવેન્દ્ર સિંહ અને વિનીત કુમાર શર્માને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવા બદલ અભિનંદન આપે છે.
કૃષ્ણ બહાદુર પાઠક અને સુશીલા ચાનુ પુખરામ્બમને, 2023માં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. જ્યારે શિવેન્દ્ર સિંહને 2023માં ઉત્કૃષ્ટ કોચિંગ માટે દ્રોણાચાર્ય પુરસ્કારથી, નવાજવામાં આવ્યા છે. આ સિવાય ભારતીય પુરૂષ હોકી ટીમના ભૂતપૂર્વ ખેલાડી વિનીત કુમાર શર્માનું પણ, સન્માન કરવામાં આવ્યું છે. શર્માને લાઈફ ટાઈમ અચીવમેન્ટ 2023 માટે ધ્યાનચંદ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
મહિલા હોકી સર્કિટની દિગ્ગજ સુશીલા ચાનુ પુખરામ્બમે, સતત મજબૂત ડિફેન્ડર તરીકે પોતાની ક્ષમતા દર્શાવી છે. તેમના નેતૃત્વના ગુણો અને અતૂટ પ્રતિબદ્ધતાએ તેમને દેશભરના મહત્વાકાંક્ષી એથ્લેટ્સ માટે રોલ મોડેલ બનાવ્યા છે. 200 થી વધુ આંતરરાષ્ટ્રીય કેપ્સ જીતનાર અનુભવી સુશીલાએ ટોક્યો ઓલિમ્પિકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યાં ભારતે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે જાપાન સામે વિજયી ગોલ પણ કર્યો, જેણે આ વર્ષની શરૂઆતમાં હેંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો.
એક ખેલાડી તરીકે ભારતીય હોકી દ્રશ્યનો અભિન્ન ભાગ હોવાને કારણે, શિવેન્દ્ર તેમની કોચિંગ ભૂમિકા માટે અમૂલ્ય અનુભવ અને અંતદૃષ્ટિ લઈને આવે છે.
ભારતીય પુરૂષ હોકી ટીમના ભૂતપૂર્વ ડિફેન્ડર વિનીત કુમાર શર્માને, તેના પરાકાષ્ઠાના સમયમાં ઘાતક પેનલ્ટી કોર્નર હિટર્સમાંના, એક ગણવામાં આવતા હતા. 63 વર્ષીય ભૂતપૂર્વ સ્ટાર ફુલબેક મુંબઈ અને લંડનમાં આયોજિત 1982 અને 1986 વર્લ્ડ કપમાં ભાગ લેવા ઉપરાંત, નવી દિલ્હી 1982 અને 1986 સિઓલ એશિયન ગેમ્સની ટીમોનો એક ભાગ હતા. તેણે લોસ એન્જલસમાં 1984 સમર ઓલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો. જ્યાં ભારતીય ટીમ પાંચમા સ્થાને રહી હતી.
હોકી ઈન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી ડૉ. દિલીપ તિર્કીએ, આ પુરસ્કાર વિજેતાઓની સિદ્ધિઓ પર ખૂબ જ ગર્વ વ્યક્ત કર્યો અને કહ્યું, “આ હોકી માટે એક અવિશ્વસનીય સીમાચિહ્નરૂપ છે. કારણ કે અમે અમારા બે આદરણીય હોકી ખેલાડીઓ, કૃષ્ણ બહાદુર પાઠક અને પુખરામ્બમ સુશીલા ચાનુને, તેમની ઉજવણી માટે ઓળખીએ છીએ. અસાધારણ સિદ્ધિઓ માટે આપવામાં આવેલ યોગ્ય માન્યતાની ઉજવણી કરીએ છીએ. રમતમાં તેમનું યોગદાન અમૂલ્ય છે, અને આ સન્માન તેમની સખત મહેનત અને જુસ્સાનો પુરાવો છે. ઉપરાંત, હું શિવેન્દ્ર સિંહ અને વિનીત કુમાર શર્માને, દ્રોણાચાર્ય પુરસ્કાર જીતવા બદલ અભિનંદન આપું છું. ધ્યાનચંદ પુરસ્કારોના તમામ પ્રાપ્તકર્તાઓને, મારા હૃદયપૂર્વકના અભિનંદન. તે બધાએ અસાધારણ પ્રતિભા અને સમર્પણ દર્શાવ્યું છે, જે હોકીની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. હોકી ઈન્ડિયાને તેમની સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે અને આ સન્માન માટે તેમને અભિનંદન.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
