નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિં.સ.) કાનૂની પ્રક્રિયા સંબંધિત ત્રણ કાયદાઓ, ભારતીય દંડ સંહિતા (આઈપીસી), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) અને પુરાવા અધિનિયમને, ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે ત્રણ નવા બિલ બુધવારે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ-પ્રધાન અમિત શાહે મંગળવારે, ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ 2023, ભારતીય નાગરિક સંરક્ષણ (સેકન્ડ) કોડ 2023, અને ભારતીય પુરાવા (સેકન્ડ) બિલ 2023, લોકસભામાં ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કર્યા હતા. આજે આ બિલો પરની ચર્ચાના જવાબમાં, ગૃહ-પ્રધાન શાહે જણાવ્યું હતું કે,” તેમનો ઉદ્દેશ કાનૂની પ્રક્રિયાને સજા-કેન્દ્રિતને બદલે ન્યાય-કેન્દ્રિત બનાવવાનો અને ન્યાય પ્રણાલીમાં ભારતીય વિચારને સ્થાન આપવાનો છે.”
વિધેયકનો જવાબ આપતા શાહે જણાવ્યું હતું કે,” ગત વખતે રજૂ કરાયેલા બિલ ગૃહ વિભાગની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યા હતા. સમિતિએ બિલમાં અનેક ફેરફારો સૂચવ્યા હતા. આમાંના ઘણા ફેરફારો, સ્વીકારવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં બિલ સંબંધિત સુધારા લાવવાને બદલે, નવી રીતે બિલ લાવવામાં આવ્યા છે.”
આ ત્રણેય બિલ આજે ગૃહમાં, ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યા હતા. જેને ગૃહમાં, ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / અનુપ / માધવી
