મુંબઈ, નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ) ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (કસ્ટમ્સ) ની ટીમે, મુંબઈ એરપોર્ટ પર 9 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે વિદેશી મહિલાની ધરપકડ કરી છે. મંગળવારની મોડી રાત્રે યુગાન્ડાથી મુંબઈ આવેલી આ મહિલાએ, પોતાના અન્ડરવેરમાં 890 ગ્રામ ડ્રગ્સ છુપાવ્યું હતું.
કસ્ટમ વિભાગના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, તેમની ટીમને મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ સાથે વિદેશી મહિલાના આગમનની ગુપ્ત માહિતી મળી હતી. એરપોર્ટ પર કસ્ટમ્સની ટીમ આની દેખરેખ રાખી રહી હતી. શંકાસ્પદ મહિલાને જોઈને કસ્ટમની ટીમે તેને રોકી અને તેની તલાશી લીધી.
જ્યારે તેના સામાનમાંથી ડ્રગ્સ ન મળ્યું, ત્યારે મહિલા અધિકારીઓ દ્વારા તેના અન્ડરગાર્મેન્ટ્સની તપાસ કરવામાં આવી અને 890 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું. આ પછી કસ્ટમની ટીમે વિદેશી મહિલાની ધરપકડ કરી હતી. આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર / સુનીત / ડો. હિતેશ / માધવી
