• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના 30 વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
Regional

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના 30 વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ

CliQ INDIA
Last updated: December 20, 2023 9:00 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

સુરત, 20 ડિસેમ્બર(હિ. સ.)-રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપલિકાના સંયુક્ત ઉપક્રમે સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો શુભારંભ સુરત મહાનગરપાલિકાના તમામ 30 ઈલેક્શન વોર્ડમા કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના 30 ઇલેક્શન વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં સ્પર્ધકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 09 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 41 થી વધુ વયની કેટેગરીના આશરે 9100 ભાઇઓ તેમજ 8900 બહેનો મળી કુલ આશરે 18000 યોગપ્રેમીઓ જોડાયા હતા. સુર્ય નમસ્કાર મહાઅભિયાન તા.૦૧ જાન્યુઆરી 2024 સુધી યોજવામા આવશે.

મ્યુ. કમિશ્નરશ્રી શાલિનિ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તેમની અધ્યક્ષતામા બનેલી સમિતિમા પોલિસ વિભાગ, કલેકટર કચેરીના વિવિધ વિભાગો, જિલ્લા રમત ગમત વિભાગ, યોગ બોર્ડ તથા યુવા બોર્ડ વિગેરે દ્વારા બહોળા પ્રમાણમા શહેરીજનો રજિસ્ટ્રેશન કરે અને સ્પર્ધામા ભાગ લે તે માટે સઘન કામગીરી અને ઝુંબેશને ધરવામા સુરતવાસીઓ જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કુલ ત્રણ તબક્કામા યોજાનાર છે. જેના ભાગરૂપે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ અંતર્ગત કતારગામ વોર્ડ નં-૬ ના વસ્તાદેવડી રોડ કોમ્યુનિટી હોલ ખાતે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. શક્તિ, ઊર્જા, આનંદ અને પ્રફુલ્લિતતાની અનૂભુતિ માટે વિવિધ શાળાના અનેક વિદ્યાર્થીઓ સહિત યોગપ્રેમીઓએ ઉત્સાહભેર યોગાભ્યાસમાં જોડાઈને સૂર્યનમસ્કાર કર્યા હતા.

મેયર દક્ષેશભાઈ માવાણીએ સૂર્ય નમસ્કાર યોગનો રાજા છે અને યોગ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન વિદ્યા છે એમ જણાવી વિદ્યાર્થીઓને દરરોજ દિનચર્યામાં યોગ અભ્યાસ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, યોગ અને આયુર્વેદનો જન્મ ભારતમાં થયો હતો અને અહીંથી તેનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો છે. સૂર્ય નમસ્કાર માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહી, પરંતુ માનસિક શાંતિ તેમજ તંદુરસ્તી પ્રદાન કરે છે. વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીના વિઝન ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા જનસમૂહનું સ્વસ્થ હોવું અનિવાર્ય છે. શ્રી માવાણીએ યોગાભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી નિયમિત સૂર્ય નમસ્કાર કરવા પ્રેરિત કર્યા હતા

સૂર્ય નમસ્કાર થકી પ્રણામાસન, હસ્ત ઉત્તાનાસન, ઉત્તાનાસન, અશ્વ સંચાલનાસન, ચતુરંગ દંડાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, અધોમુક્ત શ્વાનાસન, અશ્વ સંચાલનાસન, ઉત્તાનાસન, હસ્ત ઉત્તાનાસન અને પ્રણામાસન એ સૂર્ય નમસ્કાર માટેની બાર સ્થિતિઓ વ્યક્તિના શરીરનાં સંપૂર્ણ અંગોની વિકૃતિઓને દૂર કરીને નિરોગી બનાવવામાં ઉપયોગી છે, તેમજ આ સમગ્ર પ્રક્રિયા સ્વાસ્થ્ય માટે અત્યાધિક લાભકારી છે.

પ્રથમ તબક્કામા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકાના 30 ઇલેક્શન વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા તા.19/12/2023 ના રોજ યોજાઈ હતી. જેમા સવારે 8:00 કલાકે દરેક ઇલેક્શન વોર્ડમા સ્થાનિક કોર્પોરેટરશ્રી તથા યોગના જણકાર મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામા આવ્યો હતો.

સૂર્ય નમસ્કાર સ્પર્ધાના પ્રથમ તબક્કાના ઇલેક્શન વોર્ડ કક્ષાના વિજેતાઓ હવે પછી દ્વિતિય તબક્કાની ઝોન કક્ષાની તા.23/12/2023ના રોજની સ્પર્ધામાં ભાગ લેશે તથા તા.26/12/2023ના રોજની સુરત મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામા ભાગ લેશે.

સ્પર્ધાના વિજેતાઓને મળવાજોગ ઇનામની રકમ સરકાર દ્વારા સીધા તેમના બેંકના ખાતામા જમા કરાવવામાં આવનાર છે, તથા સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ ઓનલાઇન જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામા આવી છે.

આ પ્રસંગે વિવિધ વોર્ડમાં વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, મ્યુ. સદસ્યશ્રીઓ, ડેપ્યુટી કમિશ્નરશ્રી મીનાબેન ગજ્જર, કાર્યપાલક ઈજનેર કામિનીબેન દોશી અને ગુજરાત યોગ બોર્ડના સ્વાતિબેન, સ્પોર્ટસ વિભાગ, સહિતના સુરત મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત યોગપ્રેમીઓ જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે

You Might Also Like

ગીર અભયારણ્ય આજુ બાજુ ફાર્મ હાઉસ/રિસોર્ટ વિરૂધ્ધ તંત્રની કાર્યવાહી
રાષ્ટ્રીય એકતા દિવસ: ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે બેઠક યોજાઈ
દિવાળી પર્વે વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે વૈદિક ચોપડાપૂજન અને 2100 વાનગીનો અન્નકૂટોત્સવ ઉજવાયો
રાજકોટના 22 તબલાવાદકોના તાલએ ગુંજ્યું ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’નો મંચ: જજ દ્વારા સ્ટેન્ડિંગ ઓવેશન
એએમએ દ્વારા આરોગ્યમાં સંવાદિતા: આયુર્વેદ અને મિલેટ્સનું મિશ્રણ વિષય પર એક વાર્તાલાપનું આયોજન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એબી-પીએમજેવાય એ, જન આંદોલનનું સ્વરૂપ લીધું: અર્જુન મુંડા
Next Article રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023: ચિરાગ-સાત્વિકને ધ્યાનચંદ ખેલ રત્ન, મોહમ્મદ શમીને અર્જુન પુરસ્કાર
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?