નવી દિલ્હી, 19 ડિસેમ્બર (હિ. સ.) સલમાન ખાન, સની દેઓલની આગામી ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. સલમાન માત્ર એક દિવસ માટે શૂટિંગ કરશે.
સલમાન સની દેઓલ સાથે, શૂટિંગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સલમાન ખાન અને સની દેઓલના ચાહકો, તેમને એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા માટે ઉત્સાહિત છે. આ બંને સ્ટાર્સના ફેન્સ હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2024ના અંત સુધીમાં, મોટા પડદા પર આવી શકે છે. આ ફિલ્મના શૂટિંગ પછી સની દેઓલ લાહોર-1947નું શૂટિંગ શરૂ કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
