• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક નવતર કદમ
Regional

નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક નવતર કદમ

CliQ INDIA
Last updated: December 19, 2023 3:00 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

– ટ્રાન્સપેરેન્સી ઇન એડમિનિસ્ટ્રેશન અને ડિજિટલ ગવર્નન્સની વડાપ્રધાનની નેમમાં ગુજરાતની પહેલ

– ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ તેના રિન્યૂઅલ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઇન વ્યવસ્થાઓ વિકસાવવાની શરૂઆત કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું

ગાંધીનગર/અમદાવાદ,18 ડિસેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને ટ્રાન્સપેરન્ટ-પારદર્શી બનાવવાના હેતુસર “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” ઇ-પોર્ટલ લોન્ચ કર્યું છે.

મુખ્યમંત્રીએ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજીત ‘લિવેબલ સિટીઝ ઑફ ટુમોરો’ કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું.આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઈમારતો, બહુમાળી મકાનો, હોસ્પિટલ્સ, હોટેલ કે શોપિંગ મોલ્સ, સ્કૂલ-કોલેજ બિલ્ડિંગ વગેરેની ફાયર સેફ્ટી સુવિધાઓ વિશે લોકોને સુપેરે જાણકારી મળી રહે તેવો ઇઝ ઑફ લિવિંગ વૃદ્ધિનો અભિગમ આ પોર્ટલ કાર્યરત કરવા પાછળ રાખવામાં આવેલો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઇ-પોર્ટલ બનાવવા માટે જનભાગીદારી વ્યૂહ અપનાવીને ફાયર રેગુલેશનના મુસદ્દા અંગે જાહેર વાંધા-સૂચનો મંગાવી તેનો હાઇ લેવલ ટેકનિકલ કમિટી દ્વારા અભ્યાસ કરીને જરૂરી સુધારા વધારા સાથે ફાયર નિયમો બનાવીને સરકારની મંજૂરી આપી છે.

એટલું જ નહીં, આગ સામે પ્રમાણ વધારે જોખમી એવી ઈમારતોની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને તેની રિન્યુઅલ પ્રક્રિયા પારદર્શી બનાવવા સમગ્ર રાજ્ય માટે એક સર્વગ્રાહી અને યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનાવીને મોબાઇલ એપની સુવિધા પણ આપવામાં આવી છે.

કોઈ પણ બિલ્ડિંગના ડિઝાઈન લેવલથી શરૂ થઈને બિલ્ડિંગનો ઉપયોગ શરૂ થાય ત્યાં સુધીમાં જુદા-જુદા સ્તરે ફાયર સેફ્ટીની મંજૂરીઓમાં ડિઝાઇન, બાંધકામ અને ઉપયોગ એમ ત્રિસ્તરીય મંજુરીઓ સ્થાનિક ફાયર અને ઇમરજન્સી સર્વિસના અધિકારીઓ દ્વારા અપાતી હોય છે.

આ સમગ્ર પ્રક્રિયા હવે ફાયર સેફ્ટી કોમ્પલાયન્સ પોર્ટલ વેબસાઇટ https://gujfiresafetycop.in અને મોબાઇલ એપ દ્વારા વધુ સરળ બની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ પોર્ટલ લોન્ચ થવાની ફલશ્રુતિએ હવે રાજ્યમાં તમામ પ્રકારની ઈમારતો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી એટ વન ક્લિક દ્વારા રિયલ ટાઈમ ટ્રેકિંગ સાથે મળી શકશે.પોતાની એપ્લિકેશન સ્ટેટસ પણ જાણી શકાશે તેમજ જરૂરી ફી નું ધોરણ રાજ્યભરમાં હવે એક સમાન થશે અને યુ.પી.આઈ અથવા કાર્ડની મદદથી ઓનલાઇન ફીઝ ભરવાની સહુલિયત પણ મળી શકશે.

રાજ્ય સરકારે ફાયર સેફ્ટી ઓફિસર્સ તરીકે તાલીમ આપી સવા બસોથી વધુ ખાનગી વ્યવસાયિકોને FSO તરીકે સક્ષમ બનાવ્યા છે. આ FSO દર છ મહિને બિલ્ડીંગ ધારકો માટે મોક ફાયર ડ્રિલ, જનજાગૃતિ તેમજ ફાયર સેફટી સાધનોની સ્થિતિની તપાસ ઓનલાઇન પોર્ટલના માધ્યમથી કરી શકશે તેમજ રિન્યૂઅલ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાની પ્રક્રિયામાં ઝડપ, ચોકસાઈ અને પારદર્શિતા આવશે.

ફાયર સેફ્ટી કોપની આ વેબસાઈટ કે મોબાઈલ એપમાં લોગ ઇન કરીને જરૂરી ઉપલબ્ધ વિકલ્પો પ્લાન એપ્રુવલ, સર્ટિફિકેટ એપ્રુવલ, સર્ટિફિકેટ રિન્યુઅલ માંથી જરૂરિયાત પ્રમાણેનો વિકલ્પ પસંદ કરી ૯ અલગ-અલગ સ્ટેપ જેમાં એપ્લિકેશન ડીટેલ,સાઈટ ડીટેલ, બિલ્ડીંગ/પ્રોજેક્ટ ડીટેલ, બ્લોક ડીટેલ, ફાયર પ્રિવેન્શન, લાઈફ સેફટી, ફાયર પ્રોટેક્શન, વગેરેનો સમાવેશ થાય છે તેની જરૂરી માહિતી ભરવા સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ સબમિટ કરવાના રહેશે.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

FIEOના તત્કાલિન પૂર્વ ઉપ પ્રમુખ ખાલિદ ખાને ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ને સહયોગ આપવાની સંપૂર્ણ ખાતરી આપી
અમદાવાદ શહેર – જિલ્લાની શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
VGRC: ‘ઓફશોર એન્ડ ઓનશોર વિન્ડ: અનલોકિંગ ધ અનટેપ્ડ પોટેન્શિયલ’ પર, પેનલ ડિસ્કશન યોજાઈ
ખારેડા ગામમાં વ્યસનમુક્તિ અભિયાન: 50 પરિવારોએ હાનિકારક વ્યસનોમાંથી મુક્ત થયા છે
વાલિયા ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નિમિત્તે ભવ્ય પોથીયાત્રા નિર્વિધ્ને સંપન્ન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 5.5 માપવામાં આવી
Next Article વસાવા સમાજની સ્વાભિમાન સભામાં ડો .શાંતિકર વસાવાનું ભડકાઉ ઉદબોધન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?