ચંડીગઢ, નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) પંજાબના મોગા જિલ્લાના દૌધર ગામમાં લિંક રોડ પર રવિવારે સવારે, પોલીસ સાથેના અથડામણ દરમિયાન બંબીહા ગેંગના, ત્રણ ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી હતી. અથડામણ દરમિયાન, એક પોલીસકર્મી ઘાયલ થયો છે. જ્યારે ત્રણ ધરપકડ કરાયેલા ગેંગસ્ટરોમાંથી એક ઘાયલ થયો છે.
પોલીસ મહાનિર્દેશકના જણાવ્યા અનુસાર, “ધરપકડ કરાયેલા ગેંગસ્ટરોમાં, મોગાના શંકર રાજપૂત અને જશ્વ અને ધરમકોટના નવદીપ સિંહનો સમાવેશ થાય છે. આ અથડામણમાં એક ગેંગસ્ટર ઘાયલ થયો છે, અને એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે.” તેમણે કહ્યું કે,” ધરપકડ કરાયેલા ત્રણેય ગેંગસ્ટર, લક્કી પટિયાલ અને મનદીપ ધાલીવાલના સહયોગી છે. જે બંબીહા ગેંગ ચલાવી રહ્યા છે.” આ પહેલા શનિવારે મોહાલી અને પટિયાલામાં પણ અથડામણ થઈ હતી. પોલીસે, ગેંગસ્ટર પ્રિન્સ અને કરણજીતને મોહાલીમાં, ઘેરી લીધા હતા. બંને ગુંડાઓને પગમાં ગોળી વાગી હતી, અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ / પવન / માધવી
