નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (રવિવારે) સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યું. જે આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે, વિશ્વનું સૌથી મોટુ અને સૌથી આધુનિક કેન્દ્ર છે.
આ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે, વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા, તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. એક્સચેન્જમાં આયાત-નિકાસ માટે અત્યાધુનિક ‘કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ’, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે, જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ સુવિધાઓનો સમાવેશ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરતની મુલાકાતે છે. આ પહેલા તેમણે સુરત એરપોર્ટના, નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા.
ટર્મિનલ બિલ્ડિંગમાં, પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવાની ક્ષમતા છે અને પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે. જે વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતાને 55 લાખ પેસેન્જર્સ સુધી લઈ જાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ / મુકુંદ / માધવી
