
નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે (શનિવાર) સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી, આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે. પીઆઈબી ના જાહેરનામામાં આ માહિતી આપવામાં આવી છે.
પીઆઈબી ના રીલીઝ મુજબ, આ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાને ફ્લેગ ઓફ કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.
દેશવ્યાપી વિકાસ ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય સરકારની મુખ્ય યોજનાઓમાં પૂર્ણતા પ્રાપ્ત કરવાનો છે. ઉપરાંત, આ અંતર્ગત, એ સુનિશ્ચિત કરવાનું છે કે, આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
