નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ. સ.) દીપિકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. દીપિકા હાલમાં તેની આગામી ફિલ્મ ‘ફાઈટર’માં વ્યસ્ત છે. આ ફિલ્મ હાલ ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ફાઇટર’ની ચર્ચા દરમિયાન દીપિકાએ, તિરુપતિ બાલાજીના દર્શન કર્યા હતા.
દીપિકાએ આંધ્ર પ્રદેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજીના ચરણોમાં, માથું નમાવ્યું હતુ. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તિરુપતિ બાલાજી મંદિરમાં ઘણા ભક્તો અને સેલિબ્રિટીઓ દર્શન કરવા આવે છે. દીપિકાએ તિરુપતિ બાલાજીના દર્શન કર્યા હતા. દીપિકાનો તિરુપતિ બાલાજી મંદિરનો એક વીડિયો, તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. દીપિકાએ આ વખતે ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. દીપિકા સલવાર, કમીઝ અને તોધાનીમાં જોવા મળી હતી.
દરમિયાન, થોડા દિવસો પહેલા દીપિકાની ફિલ્મ ‘ફાઇટર’નું ટીઝર રિલીઝ થયા બાદ, દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં તે સ્ક્વોડ્રન લીડરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં રિતિક રોશન, અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર લીડ રોલમાં છે. ફિલ્મ ‘પઠાણ’ અને ‘ફાઇટર’ને ‘વોર’ના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 26 જાન્યુઆરીએ રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
