ભાવનગર/અમદાવાદ,15 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકામાં ઉખરલા અને પાલિતાણા તાલુકામાં નોંઘણવદર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે ફિલ્મ નિહાળી ગ્રામજનોએ વિકસિત ભારતનાં નિર્માણમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા શપથ લીધા હતા. આ પ્રસંગે સ્થાનિક અગ્રણી, સંબંધિત વિભાગીય અધિકારી, કર્મચારીઓ, આંગણવાડી બહેનો, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર//હર્ષ શાહ
