ભાવનગર/અમદાવાદ,14 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ગામે ગામ ફરી રહ્યા છે.
જેમાં આજે 14 ડિસેમ્બરના ભાવનગર તાલુકામાં નાગધનીબા અને વાવડી, ઘોઘા તાલુકામાં
ત્રંબક અને ઊખરલા, તળાજા તાલુકામાં રોજીયા અને વાટલીયા, વલ્લભીપુર તાલુકામાં મોણપર અને નવાગામ- ૧(ગા), મહુવા તાલુકામાં છાપરી અને જાંબુડા, ગારીયાધાર તાલુકામાં ગણેશગઢ અને ઉજરડા, ઉમરાળા તાલુકામાં રતનપર અને ધામણકા, સિહોર તાલુકામાં સરવેડી અને સાંધીડા તેમજ પાલીતાણા તાલુકામાં ખીજડીયા(નોંધણવદર) અને નોંધણવદર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.
હિન્દુસ્થાન સમાચાર/
