નવી દિલ્હી, 13 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીએ, આજે (બુધવાર) લગભગ બે દાયકા પહેલા દેશની સંસદ પર થયેલા આતંકવાદી હુમલા દરમિયાન શહીદ થયેલા સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 13 ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદીઓ દ્વારા લોકશાહીના સૌથી મોટા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં સંસદ ભવનના ગાર્ડ અને દિલ્હી પોલીસના જવાનો સહિત કુલ 9 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.
બન્યું એવું હતું કે, બરાબર બાવીસ વર્ષ પહેલાં 13 ડિસેમ્બરે એક સફેદ રાજદૂત સાથે સંસદ સંકુલમાં ઘૂસેલા પાંચ આતંકવાદીઓએ 45 મિનિટમાં લોકશાહીના સૌથી મોટા મંદિરમાં ગોળીઓ છાંટીને સમગ્ર ભારતને ચોંકાવી દીધું હતું. કેટલાંક કલાકો સુધી ચાલેલી અથડામણ માં આખરે પાંચેય આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ભારતીય જનતા પાર્ટીએ, આજે સવારે દેશના આ બહાદુર સૈનિકોની બહાદુરી અને બલિદાનને યાદ કરીને તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક ચિત્રાત્મક પોસ્ટ અપલોડ કરી છે. ગઈકાલની આ તસવીરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માથું નમાવીને આ નાયકોને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. ભાજપે લખ્યું છે – ‘લોકશાહીના સૌથી મોટા મંદિરની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ભારત માતાના અમર સપૂતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.’
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
