નવી દિલ્હી, 13 ડિસેમ્બર (હિ.સ.) છેલ્લા 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને બેરલ દીઠ 73 ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત 69 ડોલર પ્રતિ બેરલની નજીક છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ સપ્તાહના ત્રીજા દિવસે શરૂઆતના ટ્રેડિંગમાં 0.27 ડોલર એટલેકે 0.37 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 72.97 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.28 ડોલર એટલેકે 0.41 ટકા ઘટીને, બેરલ દીઠ 68.33 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો. હિતેશ / માધવી
