રાણપુર, 10 ડિસેમ્બર(હિ. સ.) રાણપુર તાલુકાના ચદરવા ગામે રહેતા અને ખેત મજુર કરતા પરિવારના ૧૭ વર્ષના પુત્રનું અકસ્માતમાં મોત થતા તેમના પરિવાર દ્વારા ચક્ષુદાન કરી ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે .જેને લઈ ડી.ડી.ઓ દ્વારા તેમના પરિવારની મુલાકત લઈ આશ્વાશન આપ્યું હતું
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે રહેતા હિમતભાઇ સીતાપરા જે પોતાના પરિવાર સાથે રહે છે ખેતમજુરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે . પોતે અભણ હોય ભણેલા નહી હોવાના કારણે હાલ તેઓ ખેતમજૂર નું કામ કરી રહ્યા છે .જેમને બે પુત્રો અને એક પુત્રી છે ત્યારે તેમનો નાનો દીકરો સુનીલ ઉવ .૧૭ જે બાઈક લઈને જતો હોય અને તે સ્લીપ ખાઈ જતા તેને ઈજાઓ થતા સારવાર માટે ધધુકા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેનું મુત્યુ નીપજ્યું હતું .
પોતાના પુત્રનું મોત થતા પરિવાર ઉપર તો જાણે આભ ફાટી નીકળ્યું હોય તેવું થયું હતું પરતું કોઈના જીવનમાં પ્રકાશ ફેલવા માટે તેમણે પોતાના પુત્રની આંખોનું ચક્ષુદાન કરવાનો નિણર્ય કર્યો અને હોસ્પિટલમાં ડોક્ટરને કહી પોતાના પુત્ર નું ચક્ષુદાન કરી, આજે સમાજમાં એક દાખલો બેસાડ્યો છે
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી
