
બરેલી (ઉત્તર પ્રદેશ), નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ.સ.). બરેલી-નૈનીતાલ હાઈવે પર મધ્યરાત્રિ પછી એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો હતો. અહીં ભોજીપુરા પોલીસ સ્ટેશનથી થોડે દૂર એક ડમ્પર સાથે અથડાતા કારમાં આગ લાગી હતી. થોડી જ વારમાં, કાર માં સવાર તમામ લગ્ન ના આઠ જાનૈયાઓ મૃત્યુ પામ્યા. સીઓ ચમનસિંહ ચાવડાએ, આ અકસ્માતમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર લોકો બરેલી શહેરમાં આયોજિત એક લગ્ન સમારોહમાં હાજરી આપીને બહેડી પરત ફરી રહ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી કારમાંથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. ડમ્પર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી. કદાચ તેના કારણે તેનું સેન્ટ્રલ લોક અટકી ગયું. ડમ્પરમાં ફસાયેલી કાર સળગી રહી હતી. કોઈને બહાર નીકળવાની તક મળી ન હતી. કારમાં બેઠેલા લોકો પોતાના જીવન માટે સંઘર્ષ કરતા રહ્યા. જ્યારે જ્વાળાઓ ઓછી થઈ, ત્યારે આઠ જીવો રાખના ઢગલામાં પરિવર્તિત થઈ ગયા.
પોલીસનું કહેવું છે કે, કારની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે લગભગ પાંચ ફૂટ ઊંચા ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને વિરુદ્ધ દિશામાંથી આવતા ડમ્પર સાથે અથડાઈ હતી. ડમ્પર પણ લગભગ આટલી જ ઝડપે જઈ રહ્યું હશે. તે કાર ખેંચીને તેને 25 મીટર આગળ લઈ ગયુ.
પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર મોટાભાગના લોકોએ ગરમ કપડા પહેરેલા હતા. જેના કારણે આગની જ્વાળાઓએ તેમને ખૂબ જ લપેટમાં લીધા હતા અને તેમની ચીસો પણ અંદર જ ગૂંગળાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ ચાલુ રાખ્યો હતો. લગભગ 45 મિનિટ બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ત્યાં સુધીમાં બધા મૃત્યુ પામ્યા હતા. કારમાંથી મૃતદેહો કાઢવા મુશ્કેલ બની ગયા હતા. રાત્રે 1 વાગે તેમના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા. મોટાભાગના મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા. તેમાંથી કેટલાકને ટુકડા કરીને બહાર કાઢવા પડ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / માધવી
