– સાયબર સિક્યુરિટી નિષ્ણાતે ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા એસટી વિભાગના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું
અમદાવાદ,09 ડિસેમ્બર (હિ.સ.) ઈન્ટનેટના આધુનિક જમાનામાં સાયબર સિક્યુરિટી અને અવેરનેસ ખૂબ જ જરૂરી છે. જેથી અમદાવાદના સાણંદ એસટી ડેપો ખાતે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, CID ક્રાઇમ અને અમદાવાદ રેન્જ પોલીસ તથા રાષ્ટ્રીય સ્કાઉટ ગાઈડના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ રેન્જ પોલીસ અને સાયબર ક્રાઇમ ટીમના વિશાલ શાહે ઓડિયો-વિઝ્યુલ માધ્યમ દ્વારા સાયબર સિક્યુરિટી વિષયક માર્ગદર્શન આપ્યું હતું.
સેમિનારનું આયોજન અમદાવાદ વિભાગીય નિયામકની રાહબરી હેઠળ વિભાગના સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સાણંદ એસટી ડેપો મેનેજર એચ.એચ.સોલંકી, અમદાવાદ વિભાગીય કચેરીના અવલ સુરક્ષા નિરીક્ષશ્રી એસ. એન. પટેલ,
વિભાગીય સુરક્ષા નિરીક્ષક જે. એન. ઝાલા તથા એસ.ટી.વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
હિન્દુસ્થાન સમાચાર/
