વડોદરા/અમદાવાદ,08 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના નિયામક રોજગાર અને તાલીમ ખાતા દ્વારા શ્રેષ્ઠ દિવ્યાંગ એમ્પ્લોઇ અને દિવ્યાંગોને રોજગારી આપનાર નોકરીદાતા અને દિવ્યાંગોને પ્લેસમેન્ટ કરાવનાર પ્લેસમેન્ટ ઓફીસરોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે રાજય દિવ્યાંગ પારિતોષિક આપવામાં આવે છે.
આ વર્ષે રાજય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો-2023 માટે અરજીઓ કરવાની 30 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રોજગાર અને તાલીમ નિયામક ખાતાની વેબસાઇટ ww.talimrojgar.gujarat.gov.in ઉપરથી અરજીનો નમૂનો મેળવી જરુરી પ્રમાણપત્રો સાથે અરજી કરવી.
હિન્દુસ્થાન સમાચાર/
