નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ. સ.) પીઢ અભિનેતા જુનિયર મેહમૂદ, છેલ્લા કેટલાક સમયથી સ્ટેજ 4 લીવર અને ફેફસાના કેન્સરથી પીડિત છે. અભિનેતા જિતેન્દ્ર અને સચિન પિલગાંવકર મૃત્યુ સામે ઝઝૂમી રહેલા જુનિયર મેહમૂદને, તેમની અંતિમ ઈચ્છાને લઈને મળવા આવ્યા હતા.
જૂનિયર મહમૂદને નવેમ્બરમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું અને ત્યારથી, તેની સારવાર ચાલી રહી છે. તેની હાલત દિવસેને દિવસે, બગડી રહી છે. થોડા દિવસો પહેલા જુનિયર મહેમૂદે, જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સચિન પિલગાંવકર તેમના બાળપણના મિત્ર છે. જ્યારે જુનિયર મેહમૂદે, જીતેન્દ્ર સાથે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બંને કલાકારોને તેની ઇચ્છાની જાણ થતાં જ, બંને મેહમૂદને મળવા ગયા. બંનેએ જુનિયર મહેમૂદ પાસેથી તેની તબિયત અંગે માહિતી લીધી હતી. સચિન પિલગાંવકરે તેને કહ્યું કે,” જો કોઈ પ્રકારની મદદની જરૂર હોય તો, તેને ખુલીને જણાવ.” સલામ કાઝીના જણાવ્યા અનુસાર,” મહમૂદના બાળકોએ, તેમની મદદનો ઇનકાર કર્યો અને તેમને ફક્ત તેમના પિતા માટે પ્રાર્થના કરવાનું કહ્યું.”
તેમને મળ્યા બાદ જિતેન્દ્રએ કહ્યું, ‘હું તેમને મળ્યો હતો, પરંતુ તેઓ મને ઓળખી શક્યા નથી. તે ખૂબ પીડામાં હતો અને તેની આંખો ખોલી શકતો ન હતો. તેને આવી હાલતમાં જોઈને મારું દિલ તૂટી ગયું. જ્યારે મને જુનિયર મહેમૂદની હાલત વિશે ખબર પડી ત્યારે મેં તેને મળવાનું નક્કી કર્યું.
વાસ્તવમાં, પૂર્વ પત્રકાર અને નિર્માતા ખાલિદ મહેમૂદે, ટ્વિટર પર એક પોસ્ટ લખી અને જુનિયર મેહમૂદની અંતિમ ઈચ્છા વિશે જણાવ્યું. તેણે લખ્યું હતું કે, જુનિયર મેહમૂદ કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે અને જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવા માંગે છે.” તેણે લખ્યું હતું કે, જિતેન્દ્ર સાહેબ અને સચિનજી કૃપા કરીને તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરો. સચિન પિલગાંવકરની પુત્રી શ્રિયા પિલગાંવકર તેમને મળ્યા. તેમણે કહ્યું, ‘બાબા, તેના સંપર્કમાં છે અને તે આજે તેમને મમળ્યા હતા.’
જુનિયર મેહમૂદ અને સચિન પિલગાંવકરની જોડી, બાળ કલાકાર તરીકે ખૂબ જ લોકપ્રિય હતી. તેઓએ ‘બચપન’, ‘ગીત ગાતા ચલ’ અને ‘બ્રહ્મચારી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જિતેન્દ્ર અને જુનિયર મેહમૂદે, ‘સુહાગ રાત’, ‘સદા સુહાગન’, ‘કારવાં’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
