નવી દિલ્હી, 06 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શુક્રવારે દેહરાદૂનમાં આયોજિત બે દિવસીય ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે.
વડા પ્રધાન કાર્યાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી 08 ડિસેમ્બરે ઉત્તરાખંડના દેહરાદૂનની મુલાકાત લેશે. વડાપ્રધાન સવારે 10:30 વાગ્યે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દેહરાદૂનમાં આયોજિત ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન જનતાને પણ સંબોધિત કરશે.
‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’, એ ઉત્તરાખંડને રોકાણના નવા સ્થળ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક પગલું છે. 8 અને 9 ડિસેમ્બરે યોજાનારી બે દિવસીય સમિટની થીમ ‘શાંતિ થી સમૃધ્ધિ’ (પીસ ટુ પ્રોસ્પરિટી)’ છે.
આ સમિટમાં વિશ્વભરમાંથી હજારો રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે. તેમાં કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ અને અન્યો ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / દધીબલ / ડો. હિતેશ /માધવી
