રાયબરેલી, નવી દિલ્હી, 06 ડિસેમ્બર (હિ. સ.) ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના લાલગંજમાં મોર્ડન રેલ કોચ ફેક્ટરીમાં કામ કરતા આંખના સર્જને મંગળવારે રાત્રે પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ અધિક્ષક આલોક પ્રિયદર્શીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, ફોરેન્સિક ટીમે તપાસ કરી છે. 2017 બેચના આસિસ્ટન્ટ ડિવિઝન મેડિકલ ઓફિસર (આંખના નિષ્ણાત) ડૉ. અરુણ સિંહ તેમના પરિવાર સાથે રેલ કોચ ફેક્ટરીમાં રહેતા હતા. તે માનસિક હતાશાથી પીડાતા હતા.
પોલીસ અધિક્ષક પ્રિયદર્શીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બાળકોને નશીલા પદાર્થ ખવડાવીને બેભાન કરવામાં આવ્યા હતા. આ પછી તેને માથામાં માર માર્યો હતો. આવાસમાંથી ડોક્ટર, તેમની પત્ની અર્ચના સિંહ, 12 વર્ષની દીકરી આદિવા અને ચાર વર્ષના પુત્ર આરવના મૃતદેહ મળી આવ્યા છે. ડો. અરુણ મિર્ઝાપુર જિલ્લાના અહૌરા પોલીસ સ્ટેશનના ફરદહા ગામના રહેવાસી હતા.
હિન્દુસ્થાન સમાચાર / રજનીશ / મુકુંદ / માધવી
