
જયપુર, નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિં.સ.) રાજસ્થાનની રાજધાની જયપુરના શ્યામ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે બપોરે, એક કારમાં આવેલા ત્રણ બદમાશોએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ, સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેમને ગંભીર હાલતમાં મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ હુમલામાં ઘટના સમયે હાજર રહેલા ગાર્ડ અજીત સિંહ પણ, ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, ગાર્ડના ગોળીબારમાં એક બદમાશનું પણ મોત થયું હતું. હાલમાં આ હત્યાની જવાબદારી લોરેન્સ વિષ્ણાઈ ગેંગ સાથે સંકળાયેલા, રોહિત ગોદારાએ લીધી છે.
અહીં આ ઘટના બાદ જયપુર શહેરમાં પોલીસ દ્વારા, કડક નાકાબંધી કરી દેવામાં આવી છે. હુમલાખોરોને પકડવા પોલીસની ટીમો દોડી રહી છે. હાલ આ સમાચાર લખાય છે ત્યાં સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. સુખદેવ સિંહ ગોગામેડીના સમર્થકોનું કહેવું છે કે,’ તેમને ઉત્તર પ્રદેશ અને અન્ય વિસ્તારોમાંથી ઘણા સમયથી ધમકીઓ મળી રહી હતી. તેને પાકિસ્તાન તરફથી ધમકીઓ પણ મળી હતી, પરંતુ પોલીસે કોઈ ધ્યાન આપ્યું ન હતું. પરિણામે આજે સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી.’
જયપુર પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે,’ સુખદેવ સિંહ ગોગામેડીનું ઘર, શ્યામ નગર જનપથ પર છે. મંગળવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ ત્રણ બદમાશો, તેના ઘરે પહોંચ્યા હતા. શરૂઆતમાં તે સોફા પર બેસીને ગોગામેડી સાથે વાત કરી રહ્યો હતો, પરંતુ લગભગ 10 મિનિટ પછી તે ઉભો થયો અને ગોળીઓ ચલાવવા લાગ્યો. ફાયરિંગ દરમિયાન જ્યારે ગોગામેડીના ગાર્ડે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે બદમાશોએ તેના પર પણ ગોળીબાર કર્યો હતો. જતી વખતે એક બદમાશોએ, ગોગામેડીને માથામાં ગોળી મારી હતી. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં, એક બદમાશ નવીનને ગોળી વાગી હતી અને તેનું પણ મોત થયું હતું. ગોળીબાર બાદ એક બદમાશ દોડતો ગલીમાંથી બહાર આવ્યો અને કારને રોકીને લૂંટનો પ્રયાસ કર્યો. જ્યારે તેણે ડ્રાઈવરને પિસ્તોલ બતાવી ત્યારે ડ્રાઈવર કાર ભગાડી ગયો હતો. આ દરમિયાન લુખ્ખાઓએ પાછળથી આવી રહેલા સ્કૂટર પર સવાર અમિતને, નિશાન બનાવ્યો હતો. સ્કૂટર સવારને ગોળી મારી ઇજા પહોંચાડી હતી અને સ્કૂટર છીનવીને નાસી છૂટ્યા હતા.”
જયપુર પોલીસ કમિશ્નરે જણાવ્યું કે,” ગોગામેડી પર ગોળીબાર કરનાર વ્યક્તિ નવીન સિંહ શક્તિવત હતો. જે મુલતાઈ શાહપુરાનો રહેવાસી હતો. જેનું આ ઘટનામાં મોત થયું છે. નવીન જયપુરમાં કપડાંનો બિઝનેસ કરતો હતો. પોલીસ પાસે તમામ આરોપીઓ અને ઘટનાના સીસીટીવી ફૂટેજ છે. ઘટનાસ્થળેથી નાસી છૂટેલા બંને હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.”
રાજ્યપાલે, કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યાઃ
રાજધાની જયપુરમાં દિવસે દિવસે, ગોળીબાર કરીને હત્યાની ઘટનાની તાત્કાલિક નોંધ લેતા રાજ્યપાલ કલરાજ મિશ્રાએ, આ સંબંધમાં ગુનેગારો સામે કડક અને અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
મિશ્રાને ઘટનાની માહિતી મળતાની સાથે જ તેમણે, ડીજીપી પાસેથી ફોન પર તથ્યપૂર્ણ માહિતી લીધી હતી અને રાજ્યમાં તમામ સ્તરે, કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ પણ આપી હતી. તેમણે કહ્યું કે,” ગુનેગાર કોઈપણ હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે સામાન્ય લોકોની સલામતી અને શાંતિ માટે પોલીસ પ્રશાસન દ્વારા અસરકારક અને કાર્યક્ષમ પગલાં ભરવા માટે વિશેષ સૂચનાઓ પણ આપી છે.”
ગજેન્દ્ર સિંહ શેખાવતે દુઃખ વ્યક્ત કર્યું:-
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે, આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પોતાના શોક સંદેશમાં શેખાવતે કહ્યું કે,” તેઓ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના સમાચારથી આઘાતમાં છે. આ સંદર્ભે પોલીસ કમિશનર પાસેથી માહિતી લેવામાં આવી છે અને તેમણે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા જણાવ્યું છે. સામાજિક લોકોએ શાંતિ અને ધૈર્ય જાળવી રાખવું પડશે. ભાજપ સરકાર શપથ લેતાંની સાથે જ રાજ્યને ગુનામુક્ત બનાવવું એ, અમારી ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. ભગવાન ગોગામેડીના આત્માને શાંતિ આપે. પરિવારના સભ્યો અને સમર્થકો અને શુભેચ્છકોને સંબલ મળે.”
હિન્દુસ્થાન સમાચાર / દિનેશ સૈની / દધીબલ / માધવી
