નવી દિલ્હી, 04 ડિસેમ્બર (હિં. સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (સોમવારે) મહારાષ્ટ્રના સિંધુદુર્ગની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. ઉલ્લેખનીય છે કે, આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કિલ્લામાં નેવી ડેની ઉજવણી કરવામાં આવશે. આ કિલ્લાનો પાયો 1664માં મરાઠા રાજા શિવાજી મહારાજ દ્વારા, સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકા પાસે અરબી સમુદ્રમાં એક ટાપુ પર નાખવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીએ X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે કાર્યક્રમની વિગતો શેર કરી છે. તેઓ સાંજે 4:15 કલાકે સિંધુદુર્ગ પહોંચશે અને રાજ કોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પછી વડાપ્રધાન સિંધુદુર્ગમાં નેવી ડે 2023ની ઉજવણીમાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
