નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ. સ.) લાંબા સમયથી ચાલી રહેલા ક્રાઈમ ટીવી શો ‘સીઆઈડી’માં ‘ફ્રેડરિક’ની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસને, હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દિનેશની હાલત હજી નાજુક છે. ફડનીસની તંદુરસ્તી માટે, પ્રાર્થનાઓ ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિનેશ ફડનીસ હાલ મુંબઈની તુંગા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દિનેશ ફડનીસ વેન્ટિલેટર પર હતા. જણાવવામાં આવ્યું હતું કે,’ શુક્રવારે રાત્રે દિનેશની હાલત, નાજુક થઈ ગઈ હતી. જો કે શનિવારે તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. દિનેશ ફડનીસની ઉંમર લગભગ પચાસ વર્ષની છે. ‘સીઆઈડી’ના કલાકારો અને ક્રૂ મેમ્બર હોસ્પિટલ પહોંચ્યા અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી.’
એક પાપારાઝીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિનેશ ફડનીસના સ્વાસ્થ્ય વિશે એક પોસ્ટ શેર કરી છે. આ પછી ઘણા લોકોએ, અભિનેતાના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ચાલો આશા રાખીએ કે દિનેશ જલ્દી સાજો થઈ જાય. અન્ય એક પ્રશંસકે કહ્યું, તે જલ્દી સ્વસ્થ થઈ જાય. અન્ય એક પ્રશંસકે કહ્યું, ફ્રેડરિક માટે અમારી બધી પ્રાર્થનાઓની જરૂરત છે.”
નોંધનીય છે કે, દિનેશ ફડનીસ ટીવી સીરિયલ ‘સીઆઈડી’માં ‘ફ્રેડરિક’ના પાત્રથી ખૂબ જ ફેમસ થયા છે. તે 20 વર્ષ સુધી આ શોનો ભાગ રહ્યો. ‘સીઆઈડી ‘ શો 1998માં ટેલિકાસ્ટ થયો હતો. ‘સીઆઈડી’ ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચાલતા ટેલિવિઝન શોમાંનો એક હતો. આ લોકપ્રિય સિરિયલ 20 વર્ષ સુધી સોની ટીવી પર પ્રસારિત થતી રહી. ‘સીઆઈડી સિવાય, દિનેશ ફડનીસ હિટ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ નાના રોલમાં જોવા મળ્યો હતો. તેણે કેટલીક ફિલ્મોમાં નાના રોલ પણ કર્યા છે. દિનેશ ‘સરફરોશ’ અને ‘સુપર 30’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
