કાંકેર/રાયપુર, નવી દિલ્હી, 1 ડિસેમ્બર (હિ.સ.) નક્સલવાદીઓએ કાંકેર વિસ્તારમાં, હાહાકાર મચાવ્યો હતો અને પોલીસ બાતમીદારના આરોપમાં લોક અદાલત યોજીને ઉપ-સરપંચની હત્યા કરી હતી. નક્સલવાદીઓએ ઔપચારિક પત્રિકા જારી કરીને, હત્યાની જવાબદારી લીધી છે.
નક્સલવાદીઓનું પીએલજીએ સપ્તાહ 2 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. જે પહેલા તેઓએ ગુરુવારે કાંકેર જિલ્લાના છોટા બેઠીયા અને બાંદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. નક્સલવાદીઓએ પોલીસ બાતમીદારના આરોપસર જાહેર દરબાર યોજીને કંદાડી ગામના ઉપ-સરપંચ રામસુ કચલામી ની હત્યા કરી હતી. પીવી- 62માં મોબાઈલ ટાવરમાં પણ, આગ લગાવી. તેઓએ અનેક જગ્યાએ પાકા રોડને તોડીને ઉખેડી નાખ્યા હતા.
કાંકેર પોલીસના જણાવ્યા અનુસાર, મામલાની માહિતી મળી છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ શર્મા / સંજીવ / ડો. હિતેશ / માધવી
