નવી દિલ્હી, 1 ડિસેમ્બર (હિ. સ.) ફિફાની તાજેતરની રેન્કિંગમાં ભારત 1200.8 પોઈન્ટ સાથે 102મા ક્રમે છે. જો કે ભારતીય ટીમ ઈન્ટરનેશનલ બ્રેક બાદ, એશિયામાં 18 મા સ્થાને યથાવત છે.
2026 ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડ 2 ઓપનરમાં કુવૈત સામેની ઐતિહાસિક જીત સાથે, ભારતના આંતરરાષ્ટ્રીય વિરામની શરૂઆત થઈ. ઇગોર સ્ટિમેકની ટીમે કુવૈતને 1-0થી હરાવ્યું હતું.
ભારતીય ટીમની બીજી મેચ ઓડિશામાં કતાર સામે હતી, જેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ બે પરિણામો પછી, ભારતે આ મહિને કુલ 1200.8 સાથે 1.96 પોઈન્ટ મેળવ્યા છે, જે આગામી શ્રેષ્ઠ ટીમ – કોસોવોથી 1.97 પોઈન્ટ પાછળ છે.
તે જ સમયે, ત્રણ વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન આર્જેન્ટિના તાજેતરની ફિફા રેન્કિંગમાં ટોચ પર યથાવત છે, જ્યારે ઇંગ્લેન્ડ ટોચના ત્રણમાં પહોંચી ગયું છે.
ફિફા દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં, આર્જેન્ટિનાએ 1855.20 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્યારબાદ ફ્રાન્સ છે. જ્યારે બ્રાઝિલ, જે અગાઉ ત્રીજા ક્રમે હતું, હવે કોલંબિયા અને આર્જેન્ટિના સામે સતત હારને કારણે, પાંચમા સ્થાને સરકી ગયું છે.
ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાને અને બેલ્જિયમ ચોથા સ્થાને પહોંચી ગયું છે. નેધરલેન્ડ્સ છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે પોર્ટુગલ, સ્પેન, ઇટાલી અને ક્રોએશિયા ટોપ ટેનમાં છે.
નવેમ્બર 2023માં સમગ્ર વિશ્વમાં કુલ 188 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ હતી. જેમાં આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકામાં 2026 ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
