નવી દિલ્હી, 01 ડિસેમ્બર (હિ. સ.) જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 21 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, સ્થાનિક એલપીજીની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધેલા દરો અમલમાં આવી ગયા છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1775 રૂપિયાથી વધીને 1796.50 રૂપિયા થઈ ગઈ છે. હવે તમારે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1,749 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નઈમાં તેની કિંમત 1,968.50 રૂપિયા અને કોલકાતામાં 1,908 રૂપિયા થઈ ગઈ છે.
નોંધનીય છે કે, આ પહેલા 1 નવેમ્બરે ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં 100 રૂપિયાનો વધારો કર્યો હતો. જે બાદ 16 નવેમ્બરે તેની કિંમતમાં 57 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો. હિતેશ / માધવી
