નવી દિલ્હી, 30 નવેમ્બર (હિ. સ.) તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે પણ મતદાન ચાલુ છે. સવારે 11 વાગ્યા સુધી રાજ્યની 119 વિધાનસભા બેઠકો માટે 20.64 ટકા મતદાન થયું છે. ઘણા નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું હતું. આવી સ્થિતિમાં ફિલ્મ સ્ટાર્સ પણ પાછળ નથી. અભિનેતા અલ્લુ અર્જુન, અભિનેતા ચિરંજીવી, નાગા ચૈતન્ય, વેંકટેશ, શ્રીકાંતે પણ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું.
‘પુષ્પા’ ફેમ નેશનલ એવોર્ડ વિજેતા અલ્લુ અર્જુને, હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં પોતાનો મત આપ્યો. તેઓ મતદાન કરવા લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. વોટ આપ્યા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીર પણ શેર કરી હતી. અભિનેતા અલ્લુ અર્જુને, દરેકને પોતાનો મત આપવા અપીલ કરી હતી.
એ જ રીતે અભિનેતા ચિરંજીવીએ પણ પરિવાર સાથે પોતાનો મત આપ્યો હતો. ચિરંજીવીની સાથે તેની પત્ની સુરેખા પણ હતી. અભિનેતા જુનિયર કેટીઆર, નાગા ચૈતન્ય, વેંકટેશ, શ્રીકાંત પણ મતદાન કરવા માટે કતારમાં જોવા મળ્યા હતા. સૌએ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ / ડો. હિતેશ / માધવી
