વડોદરા,29 નવેમ્બર (હિ.સ.) દારૂના નશામાં છાંકટા બનેલા પુરુષે પાડોશી મહિલાની છેડતી કરતા તેના વિરુદ્ધ ગુનો(28 નવેમ્બર 2023) દાખલ કરવામાં આવ્યો હતો. શહેરના જેપી રોડ પોલીસ મથકને વર્ધી મળી હતી કે, એક બહેનની એના પાડોશમાં રહેતા નિલેશ કહાર (રહે. વ્રજ ફ્લેટ, તાંદલજા)એ દારૂના નશામાં મહિલાને બેડ ટચ કરી તેની છેડતી કરી છે. જેથી પોલીસનો સ્ટાફ અહીં દોડી ગયો હતો. જ્યાં નિલેશ કહાર નશાની હાલતમાં જણાતા હતા. પોલીસે તેની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
