જામનગર/અમદાવાદ,29 નવેમ્બર (હિ.સ.) સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના થકી લોકોને ઘર આંગણે સરકારી
યોજનાઓની માહિતી અને લાભો મળી રહ્યા છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામે રહેતા નયના ભિમાણી જણાવે છે કે, મને કોડ નં.74 આંગણવાડી માંથી મારી સગર્ભા અવસ્થા દરમિયાન અનેક લાભો મળ્યા છે. જ્યારથી મને સગર્ભા અવસ્થાની જાણ થઈ ત્યારથી મે આંગણવાડી કેન્દ્ર પર જઇ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. માતૃશક્તિનો મેં ઉપયોગ કરેલો, શરૂઆતમાં મારું હિમોગ્લોબીન 11% હતું પરંતુ મને માતૃશક્તિની માંથી વિવિધ વાનગીઓ બનાવી આહારમાં લેતા હિમોગ્લોબીન 15% થયું છે.આંગણવાડી કેન્દ્ર પર જે આરોગ્ય તપાસ તેમજ સીડીપીઓ અને મુખ્ય સેવિકાબેન અને નર્સ દ્વારા મને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતા મારી સફળ રીતે પ્રસૂતિ થઈ. મને જોડિયા બાળકીઓ હોવાથી બંનેનું વજન ખૂબ જ ઓછું હતું એટલે કે તે કુપોષિત હતી. બાદમાં મે ધાત્રીમાતાનો લાભ લેવાનું ચાલુ રાખ્યું અને હાલ બંને તંદુરસ્ત છે. બંને બાળકીઓનું આરોગ્ય તપાસ તેમજ તમામ રસીકરણ પણ મેં આંગણવાડી કેન્દ્ર પર જ કરાવેલ છે.
મારી બાળકીઓ જ્યારે છ માસની થઈ ત્યારે આંગણવાડી કાર્યકર દ્વારા સોળ સંસ્કારોમાંનો એક સંસ્કાર અન્નપ્રાસન્ન કરાવવામાં આવ્યું. પહેલું સંતાન હોવાથી મુખ્યમંત્રી માતૃવંદના યોજનાનો લાભ પણ મેં લીધેલ છે. અને વ્હાલી દીકરીનું ફોર્મ ભરેલ છે. સરકારી યોજનાઓથી લાભાન્વિત કરવા બદલ હું સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું.
હિન્દુસ્થાન સમાચાર/
