
અમદાવાદ,28 નવેમ્બર (હિ.સ.) ખેડામાં જિલ્લામાં ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો છે ખાનગી ટ્રાવેલ્સમાં સવાર 25 પ્રવાસીઓ ઘાયલ થયા ના સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે બે ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં બસમાં સવાર 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. એક બસ ઉજ્જૈનથી પરત ફરી રહી હતી, જેમાં અમદાવાદ-નરોડાના મુસાફરો સવાર હતા. બીજી ટ્રાવેલ્સમાં સવાર મુસાફરો મધ્યપ્રદેશથી જામજોધપુર જઈ રહ્યા હતા. તમામ ઘાયલ મુસાફરોને અમદાવાદ તથા ગોધરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખાસેડાયા છે. સ્થાનિકો અને લોકલ પોલીસ દ્વારા ઘાયલ મુસાફરોને સારવાર અર્થે 108 દ્વારા ખાસેડાયા છે.
હિન્દુસ્થાન સમાચાર /
