

ગોધરા, 28 નવેમ્બર (હિ.સ.) પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં કમોસમી વરસાદ બાદ ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાઢ ધૂમમ્સ છવાયું છે.ગાઢ ધૂમમ્સના કારણે વાતાવરણ હિલ સ્ટેશન જેવું ખુશનુમા જોવાયું હતું પરંતુ આ વાતાવરણ ખેડૂતો માટે ચિંતા નું કારણ બન્યું છે. ખેડૂતો ને તુવર અને કપાસના પાક માં જીવાત પડવાની ભીતિ સતાવી રહી છે. બીજી તરફ ગાઢ ધૂમમ્સ ના કારણે વિઝીબિલિટી ઘટી જતાં વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો કેટલાય વાહન ચાલકોએ પોતાના વાહનો માર્ગ ઉપર થંભાવી દીધા હતા તો કેટલાક વાહન ચાલકો અકસ્માત ના ભય વચ્ચે નાછૂટકે પોતાના કામ માટે જવા મજબૂર બન્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર
/હર્ષ શાહ
