
નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે (સોમવારે) સવારે દેશવાસીઓને કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું છે કે, આ શુભ દિવસ દરેકના જીવનને ઉર્જા આપે.
વડા પ્રધાન મોદીએ તેમના આધિકારિક એક્સ પ્લેટફોર્મ પરથી મોકલેલા તેમના અભિનંદન સંદેશમાં કહ્યું કે, શ્રધ્ધા, ભક્તિ અને દૈવી ઉપાસના ની ભારતીય પરંપરા થી પ્રકાશિત પાવન પર્વ, કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળી ની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું ઈચ્છું છું કે, આ શુભ અવસર સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યોના જીવનમાં નવો ઉત્સાહ અને સ્ફૂર્તિ લાવે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
