બરેલી, નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડો.પ્રવીણ તોગડિયા આજે બરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, જે ઝડપે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે, તેના કારણે આગામી 50 વર્ષમાં મુગલ સલ્તનત આવશે અને ભારતના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, ડીએમ, કલેક્ટર એસ.પી., દરેક મુસ્લિમ હશે. તો આ રામ મંદિર સુરક્ષિત નહીં રહે.
તેમણે કહ્યું કે, ઈસ્લામ 14સો વર્ષ પહેલા આવ્યો, ઈસાઈ ધર્મ 2000 વર્ષ પહેલા આવ્યો અને તે પહેલા બધા હિંદુ હતા, પરંતુ કરોડો હિંદુઓની હત્યા કરવામાં આવી. આ પછી ફરી એકવાર મુસ્લિમોની વધતી વસ્તી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે, તેઓ 100 કરોડ હિંદુઓને એક કરવા માંગે છે, આ માટે આગામી 5 વર્ષમાં 11 લાખ સ્થળોએ એક સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ડો.પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે, હાલમાં એક લાખ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ ચાલુ છે. તેમણે હિન્દુ હેલ્પલાઇન, એક મુઠ્ઠી અનાજ જેવી વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તાજેતરની આતંકવાદી ગતિવિધિના મુદ્દે તેમણે કહ્યું હતું કે, જો તેના પર જલ્દીથી ધ્યાન આપવામાં નહીં આવે તો સ્થિતિ પેલેસ્ટાઈન જેવી થઈ જશે. તેથી, દરેક શાળામાં લશ્કરી તાલીમ ફરજિયાત કરવી જોઈએ.
અયોધ્યામાં બની રહેલા રામલલાના મંદિર પર બોલતા તેમણે કહ્યું કે, આ ખૂબ જ ખુશીની ક્ષણ છે. આજે 450 વર્ષ પછી રામ મંદિર બની રહ્યું છે. તેમણે કહ્યું કે, રામ મંદિર આંદોલન વખતે અમે હિંદુઓ પાસેથી માત્ર 1.25 રૂપિયા માંગ્યા હતા, જેમાંથી આઠ કરોડ રૂપિયાથી વધુ એકઠા થયા હતા, તે જ પૈસાથી પથ્થરો આવી રહ્યા છે અને રામ મંદિર બની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / બરેલી / અનુપ / સિયારામ / ડો. હિતેશ/માધવી
