નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણામાં કાન્હા શાંતિ વનમ ખાતે જાહેર કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન, તેમણે ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના મહત્વને રેખાંકિત કર્યું અને વિકસિત ભારતના નિર્ધાર સાથે યુવાનોને જોડવા માટે આધ્યાત્મિક સંસ્થાઓ પાસેથી સહકાર માંગ્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમૃદ્ધિ પૈસા અને ભૌતિક વસ્તુઓથી નથી આવતી, તે સાંસ્કૃતિક મૂલ્યોની મજબૂતીથી પણ આવે છે. આજે ભારત આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. તે નવા યુગમાં પ્રવેશી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતને ગુલામ બનાવનારાઓએ આપણી વાસ્તવિક શક્તિ, જ્ઞાન, ધ્યાન, યોગ, આયુર્વેદ જેવી ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓ પર હુમલો કર્યો હતો. આના કારણે દેશને ઘણું સહન કરવું પડ્યું, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને ભારત પણ બદલાઈ રહ્યું છે. ભારતની આઝાદીનો આ સુવર્ણકાળ છે. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે આપણા આ વારસાને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જઈએ. શ્રી રામચંદ્ર મિશન અને તેની સાથે જોડાયેલા સાધકો, આપ સૌની આમાં મોટી ભૂમિકા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમૃત કાળ ના આ દાયકામાં અમારું ધ્યાન મહિલાઓ, યુવાઓ, શ્રમ અને સાહસ ક્ષેત્રો પર છે. વડાપ્રધાને કહ્યું કે, કમલેશ ડી. પટેલે માનવતા માટે જે કામ કર્યું છે તે અદ્ભુત છે. અમારી સરકારને તેમના યોગદાનને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. આજકાલ આપણે પદ્મ પુરસ્કારોની એવી પરંપરા બનાવી દીધી છે કે, પુરસ્કારો પોતે જ સન્માનિત થાય છે.
હિન્દુસ્થાન સમાચાર/અનુપ /પવન / ડો. હિતેશ/માધવી
