– પ્રમુખ તાલુકા પંચાયત વિલાસબા કિશોરસિંહ ચૌહાણ અધ્યક્ષતા હેઠળ ભારત સરકારની વિવિધ યોજનાઓની સહાય આપવામાં આવી
– 10 લાભાર્થીઓને પીએમજેવાય કાર્ડ આપવામાં આવ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે લાભાર્થીઓ ને મકાનની ચાવી એનાયત કરવામાં આવી
મહેસાણા/અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) મહેસાણાના સતલાસણા તાલુકા ફતેપુરા-જવાનપુરા ગામે તાલુકા કક્ષાનો વિકસિત ભારતનો સંકલ્પયાત્રા 2023 કાર્યક્રમ યોજાયો હતો. સાહેબની અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ નવીન મકાનની ચાવી આપવામાં આવી હતી..
પ્રમુખ તાલુકા પંચાયત વિલાસબા કિશોરસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,” ભારત સંકલ્પયાત્રા હેઠળ કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓના લાભ છેવાડા સુધી પહોંચાડવા માટે સરકારે ચિંતા કરી છે. જિલ્લામાં સંકલ્પયાત્રાના પાંચ રથ ફરશે. જે ખરેખર પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેમને મળવા પાત્ર લાભો આપવા માટે કાર્ય કરશે. આ તકે તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો કે તમારા સંબંધી, મિત્રો સૌને વિકસિત ભારત સંકલ્પયાત્રા રથ આવે ત્યારે ત્યાં હાજર રહી રથની રૂબરૂ મુલાકાત
લઈને યોજનાઓ સમજીને તેનો લાભ લેવા માટે જણાવવું….”
સરકાર આપણા ઘર આંગણે વિકાસ ભેટ લઈને આવી છે. ભારત સરકારની સત્તર યોજનાની પાત્ર ધરાવતા લાભાર્થીઓને શોધીને તેમનો હક અને લાભ આપવાનો સરકારનો આ પ્રશંસનીય પ્રયાસ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આરોગ્ય શિક્ષણ અને આવક માટે સેવાડાના માનવીઓની ચિંતા કરે છે આ તકે તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ મળનારી વિવિધ યોજનાઓની વિગતો પૂરી પાડી હતી તેમજ જણાવ્યું હતું કે ,”દરેક કાર્યકરો લાભાર્થીઓની નોંધણી ઝુંબેશ ચલાવે છે. તેમજ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સૌને અનુરોધ કર્યો હતો
જેને યોજનાઓનો લાભ મળી ચૂક્યો છે એવા લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુવાની અંતર્ગત યોજનાથી તેમના જીવનમાં આવેલા બદલાવ અને લાભ વિશે સૌને જણાવ્યું હતું . તેમજ વધુમાં આયુષ્માન કાર્ડ વિતરણ,ઉજજવલા યોજનાના લાભાર્થીઓને બુક વિતરણ,મિશન મંગલમ યોજના અંતર્ગત ચેક વિતરણ લોકોને લાભ આપવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં એ.પી.એમ.સી.ચેરમેન-વિનુસિંહ અમરસિંહ ચૌહાણ,ઉપમુખ તા.પંચાયત-અરવિંદ કુમાર સોમાભાઈ પટેલ,કારોબારી ચેરમેન –ગાંડાજી નવાજી ઠાકો ,લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
