મુંબઈ, નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.) જાની દુશ્મન, નાગિન, પતિ-પત્ની ઔર તવાયફ, નોકરી બીવી કા, બદલે કી આગ… જેવી ઘણી ફિલ્મોના નિર્માતા અને દિગ્દર્શક, રાજકુમાર કોહલીનું શુક્રવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેઓ 93 વર્ષના હતા. તે પ્રખ્યાત અભિનેતા અરમાન કોહલીના પિતા હતા. આજે સવારે આઠ વાગ્યાની આસપાસ તેમને, હાર્ટ એટેક આવ્યો હતો, અને તેઓ બચી શક્યા ન હતા.
પરિવારના જણાવ્યા મુજબ, રાજકુમાર કોહલી રોજની જેમ સવારે ન્હાવા ગયા હતા. તે લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવ્યા. જ્યારે તેમના તરફથી કોઈ જવાબ ન આવતા, તેમના પુત્ર અરમાને દરવાજો તોડી નાખ્યો હતો. ત્યારબાદ તે બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. અરમાન તરત જ તેમને ડોક્ટર પાસે લઈ ગયો, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. કોહલીના અંતિમ સંસ્કાર આજે સાંજે, કરવામાં આવે તેવી શક્યતા છે.
રાજકુમાર કોહલી 1963 થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. મુખ્ય ભૂમિકામાં પ્રેમ ચોપડા અભિનીત, સપની તેમની પ્રથમ નિર્માણ અને દિગ્દર્શિત ફિલ્મ હતી. રાજકુમાર કોહલી છેલ્લે, સલમાન ખાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં જોવા મળ્યા હતા.
રાજકુમાર કોહલીની છેલ્લી ફિલ્મ ‘જાની દુશ્મનઃ એક અનોખી પ્રેમકહાની’ હતી. તેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, સની દેવોલ, રાજ બબ્બર, સોનુ નિગમ જેવા કલાકારો સામેલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
