નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ રાજસ્થાનમાં કોંગ્રેસની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો છે અને મુખ્ય ચૂંટણી કમિશનર પાસે કાર્યવાહીની માંગ કરી છે. મંગળવારે ભાજપના ચાર સભ્યોના પ્રતિનિધિમંડળે મુખ્ય ચૂંટણી પંચના મુખ્યાલયમાં એક આવેદન સુપરત કર્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ, ઓમ પાઠક અને અમિત માલવિયા સામેલ હતા.
પ્રતિનિધિમંડળે સોમવારે ‘રાજસ્થાનમાં કોંગ્રેસની લહેર’ શીર્ષક ધરાવતા અનેક અગ્રણી અખબારોમાં પ્રકાશિત એક્ઝિટ પોલ જેવી જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો. આવેદન અનુસાર, રાજસ્થાનમાં ચૂંટણીના પાંચ દિવસ પહેલા એક્ઝિટ પોલની જેમ પ્રસિદ્ધ કરાયેલી જાહેરાતો દ્વારા સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે, જે આચારસંહિતાનું ઉલ્લંઘન છે. પંચ ને આ મામલે કોંગ્રેસ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર/વિજયલક્ષ્મી/દધીબલ / માધવી
